મંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે થયેલા ઘર્ષણ બાદ રાજીનામું આપ્યું કોન્સ્ટેબલ સુનિતા યાદવે

હાલ ગુજરાત સહીત દેશભરમાં રાત્રીના 10 વાગ્યે કર્ફ્યુ લાગુ કરાયો છે ત્યારે લોકો પોલીસ સાથે માથાકુટ પણ કરતા હોય છે. આવો જ એક બનાવ ગઈકાલે રાત્રે સુરતમાં હીરાબજાર માં બન્યો છે. પોલીસ સાથે માથાકુટ એક ઓડિયો whatsapp વાયરલ થયો છે જેમાં મહિલા કોસ્ટેબલ સુનિતા યાદવ (Sunita Yadav) હોવાનું સામે આવ્યું છે.

મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર ફરતા 5 લોકોને અટકાવ્યા હતા. આ 5 વ્યક્તિ માં એક મંત્રી કુમાર કાનાણી નો પુત્ર પર આવી પહોંચતા કોન્સ્ટેબલ સાથે માથાકૂટ થઇ હતી. આ ઓડિયો ક્લિપ Whatsapp પર ખુબ જ વાયરલ થઇ રહી છે જેમાં મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવને મંત્રીના પુત્રને પોલીસનો પરચો પણ બતાવે છે. મોડી રાત્રે કોન્સ્ટેબલ સુનિતાએ રાજીનામું આપી જણાવ્યું હતું કે, નોકરી નથી કરવી.

ઓડીઓ સાંભળવા અમારા Telegram ગ્રુપ માં જોડાવા વિનંતી: Click Here

ઓડિયોમાં સંભળાય છે તે મુજબ સુનીતા યાદવ (Sunita Yadav) કહે છે કે, પોલીસની વર્દીમાં બહુ પાવર છે. વડાપ્રધાનને પણ ઉભા રાખવાની તેવડ છે પોલીસને. જે તેવડ હોય તે લગાવી દેજો, DG પાસે નહીં PM પાસે પહોંચવાની તેવડ છે મારી. મને 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી. મંત્રીનો દીકરો છે તો શું થયું.શું હું તારા બાપની નોકકર છું? મહિલા કોન્સ્ટેબલે સુનીતા યાદવે પીઆઇને પણ ફોન કર્યો અને ઘટના અંગે જણાવ્યું હતુ.

 

જો કે ઉચ્ચ અધિકારીએ તો કોન્સ્ટેબલ સામે જ પગલાં લેવાનું કહ્યું હતું.કોન્સ્ટેબલે જણાવ્યું કે અમને ધમકી આપવામાં આવી તો સાંભળી લેવાનું?. મોડી રાત્રે સુનિતાએ રાજીનામું આપીને જણાવ્યું હતું કે,આવી નોકરી નથી કરવી.

આ કોન્સ્ટેબલને ન્યાય મળવો જોઈએ?
કોમેન્ટ જરૂર કરજો
હા કે ના

Leave a Comment

Join Our Whatsapp Group